માર્ગ સલામતી, ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ અંગેનું માર્ગદર્શન આપ્યું
વાંકાનેર: જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા વાંકાનેરના ભાયાતી જાંબુડીયા તથા ઢુવા ગામે ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વાંકાનેર પીઆઇ વી.પી. ગોલ, વાંકાનેર તાલુકા પીઆઈ બી.પી. સોનારા તેમજ ગામના તમામ જ્ઞાતિના આગેવાનો તથા સરપંચો અને પ્રજાજનો હાજર રહ્યા હતા.
લોક દરબારમાં જિલ્લા પોલીસ અધિક્ષકે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો ઝડપી અને ત્વરિત નિકાલ કર્યો હતો.
આ ઉપરાંત લોકદરબારમાં હાજર રહેલ પ્રજાજનોને માર્ગ સલામતી તથા ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમ અંગેનું જરૂરી માર્ગદર્શન આપી તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા વ્યસનોથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી હતી.