બાજુમાં આવેલ કૂવામાં નાગને નાગણીનું એક જોડલું પણ રહે છે
વાંકાનેર: વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટીની પાછળના ભાગે બિરાજમાન શ્રી દેવ દેવેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે. આ મંદિરના મહંતના કહેવા પ્રમાણે આ મંદિર અંદાજિત 300 વર્ષ જૂનું રાજાશાહી વખતનું છે.
આ મંદિરનું નવું બાંધકામ 2004 ની સાલમાં થયું હતું. આ મંદિરમાં દેવ દેવેશ્વર મહાદેવ તેમ (2) બે સ્વયંભૂ શિવલિંગ છે, આ બંને શિવલિંગ સ્વયંભૂ છે.
આપણા વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ જેટલું જ આ મંદિર જૂનું છે, આ મંદિરમાં શ્રી ખંભલાય માતાજી બિરાજમાન છે અને આ માતાજી એક વાવમાં બેઠા છે. વાવની બાજુમાં એક કૂવો છે. કૂવામાં નાગને નાગણીનું એક જોડલું પણ રહે છે. આ મંદિરના મહંત શ્રી અગ્રવાત હરેશભાઈના કહેવા પ્રમાણે બે દિવસ પહેલા જ નાગપાંચમના દિવસે નાગદેવતાએ દર્શન આપેલ અને જે મંદિરમાં વડલો છે, એની પ્રદક્ષિણા કરીને પાછા વાવમાં જતા રહ્યા હતા.
આ મંદિરમાં એક શીતળા માતાનું મંદિર પણ છે અને એક શ્રી હનુમાનજી દાદાનું પણ મંદિર છે. આ પવિત્ર શ્રાવણ માસમાં હું રવિ યુ બારોટ દર્શન કરીને ધન્ય થયો છું અને વાંકાનેર ની જનતાને નમ્ર વિનંતી કરું છું કે આ શ્રાવણ માસમાં એક વખત આ મંદિરના દર્શન કરવા અચૂક આવજો: હર હર મહાદેવ જય દેવ દેવેશ્વર મહાદેવ