વાંકાનેર: એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે, જેમાં વાંકાનેર એસ.ટી. ડેપો યુનિયન પ્રમુખ જયુભા ડી. જાડેજાની આગેવાની હેઠળ જયદેવસિંહ જાડેજા (જે.જે.) મહેબુબભાઇ લહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જે.બી.ઝાલા, ગુલાબભાઇ બરેડીયા, હિતેષભાઇ પરમાર, રહીમભાઇ પરમાર, જયદેવસિંહ ઝાલા, અશોકભાઇ થુલેટીયા, ધર્મેશપુરી ગોસ્વામી, હમિદભાઇ કાદરી, હિરલબેન મહેતા, શંભુપરિ ગોસ્વામી, જયપ્રકાશભાઇ પાઠક, છત્રપાલસિંહ ઝાલા, અભિષેક ઠાકોર, ક્રેમીનાબેન નિનામા દરેક કર્મચારીઓએ પોતાની ફરજો શરૂ થતા પહેલા કાળીપટ્ટી ધારણ કરીને ફરજ ઉપર હાજર થઇ નિયત માંગણીઓ સાથે આવેદનપત્ર એસ.ટી. ડેપો મેનેજરને આપવામાં આવેલ છે.
તા. 25-26-27 ના દિવસ-3 નિગમના તમામ કર્મચારીઓ રીશેષ સમય દરમ્યાન પોતાના ફરજના સ્થળે એટલે કે મ. કચેરી-મ.મંત્રાલય-વિ. કચેરીઓ-વિ.વર્કશોપ-ડેપો ખાતે નિગમની પ્રીમાઇસીસની બહાર રહી સુત્રોચ્ચાર અને ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે. જયારે તા. 28-29-30-31ના નિગમના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી-કાળા વસ્ત્રો પહેરી પોતાની ફરજો બજાવશે.
તા. ર-11ની મધ્યરાત્રીના 1ર કલાકથી એટલે કે તા. 3-11ના રોજથી નિગમના તમામ કર્મચારીઓ પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્વયંભુ માસ સી.એલ. ઉપર ઉતરશે તેમ આગેવાનો દ્વારા જણાવાયું છે.