નિવૃત થતા વાંકાનેર એસ.ટી. ડેપોના બાર કર્મચારીઓને સન્માનિત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ
વાંકાનેર એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ દ્વારા વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતીમાં અભુતપૂર્વ નિવૃત્ત વિદાય સમારંભ કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતોે.

કાર્યક્રમના પ્રારંભે ઉપરોકત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય થયા બાદ ઉપસ્થિત વાંકાનેર ગાયત્રી શકિતપીઠના મહંત અશ્વિનભાઇ રાવલે આશિર્વચન તથા નોકરીના કાર્યકાળ દરમ્યાન સ્વર્ગસ્થ થયેલ કર્મચારીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ.

ત્યારબાદ ઉપસ્થિત કવિતાબેન ભટ્ટ, વી.બી. સોલંકી, વી.બી. ડાંગર, જે.બી.કલોતરા દ્વારા પ્રાસંગીક પ્રવચન આપવામાં આવેલ. ઉપરોકત અધિકારીઓએ જણાવેલ કે વાંકાનેર ડેપો (કેન્દ્ર)ના વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ જેઓએ પોતાની જીંદગીના અમુલ્ય દિવસો એસટી સંસ્થાને અર્પિત કરેલ છે અને પોતાના પરિવારની દુર રહી રાત-દિવસ, ટાઢ-તડકો-વરસાદ કે પછી કોઇ પણ અતિવૃષ્ટી, ભુકંપ, વાવાઝોડા જેવી આફતોમાં અને કોવિડ-૧૯જેવી કપરી પરિસ્થિતીમાં પણ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર દેશ અને એસટીની સંસ્થા માટે સતત કાર્યશીલ રહીને પોતાનો કાર્યકાળ હેમખેમ પૂર્ણ કરેલ છે, એવા આપ કર્મચારી છો.

નિવૃત્ત પછીનો સમય તેમના કુટુંબ પરિવાર સાથે સામાજીક અને ધાર્મિકમય પ્રવૃત્તિ તેમજ તંદુરસ્તી ભરેલુ દિર્ધાયુષ્ય ઇશ્વર એમને આપે, તેવી શુભેચ્છાઓ ઉપરોકત વકતાઓ દ્વારા આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકારશ્રીઓને ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ઉપરોકત અધિકારીશ્રીઓએ ઉચ્ચારેલ શબ્દોમાં કે સમગ્ર ગુજરાતના ૧૨૫થી વધુ ડેપોમાં આવો ભવ્યાથી ભવ્ય, નિવૃત્ત સન્માન સમારંભ અમોએ પ્રથમ વાર જોયો છે. સમગ્ર ગુજરાતમાં નંબર-૧નું સ્થાન જાળવવામાં કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી જયુભા ડી.જાડેજાનું સતત મોનીટરીંગ રહ્યું છે. તેનો જશ વાંકાનેર એસટી ડેપોનો વિવેકી સ્ટાફને પણ ઉપરોકત અધિકારીઓએ બિરદાવ્યા હતા.
આ સમારંભમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા કર્મચારીઓમાં જનકસિંહ એમ. ઝાલા-કલાર્ક, રાજેન્દ્રસિંહ એચ.પરમાર ટી.સી., ઇન્દ્રસિંહ એ.ઝાલા-મિકેનીકલ, મહેમુદભાઇ વી.કુરેશી -મિકેનીક તથા ડ્રાઇવરોમાં પ્રદિપભાઇ કે. ત્રિવેદી, ઘનશ્યામભાઇ જાદવ, પ્રવિણસિંહ ડી.ઝાલા, મોહનભાઇ અધારા, બલભદ્રસિંહ બી. જાડેજા તથા કંડકટર યાકુબભાઇ બી. મકરાણી, લાલભુ એન. ઝાલા તથા ભાવેશભાઇ બાબરીયા આ બાર કર્મચારીઓને સન્માનિત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતા.

સફળ બનાવવા પ્રમુખ જયુભા ડી.જાડેજા તથા બાપા સિતારામ ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂર્ણ થયા બાદ ઉપસ્થિત અધિકારીઓ, એસટી પરિવાર સ્ટાફ તથા પત્રકારો તેમજ આમંત્રિત મહેમાનો માટે સ્વરૂચી ભોજન લીધુ હતું. સંચાલન જે.બી.ઝાલાએ કર્યું હતું.