રાણી મા રૂડી મા મંદિરના મહંત મુકેશ ભગત દ્વારા લીલીઝંડી અપાઈ
વાંકાનેર : એસ.ટી. વિભાગ દ્વારા વાંકાનેરથી દ્વારકા બસ સેવા ચાલુ કરવામાં આવી છે. જેને આજ રોજ કેરાળા રાણી મા રૂડી મા મંદિરના મહંત મુકેશ ભગત દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. અને ડ્રાઈવર જે. કે. જાડેજા તેમજ કંડક્ટર જગદીશભાઈ ભરવાડના મીઠાં મોઢા કરાવી ફૂલહાર અને શાલ સાથે પ્રસ્થાન કરાવવામાં આવી છે.
રાજકોટ વિભાગના વાંકાનેર એસ. ટી. ડેપોમાં રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલાની રજૂઆત હોય જેઓ દ્વારા રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપોમાં વાંકાનેરની જનતા માટે વાંકાનેરથી દ્વારકા બસ સેવા ચાલુ કરવા માટે યોગ્ય રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને રાજકોટ વિભાગીય નિયામક કલોતરા તેમજ વિભાગીય પરિવહન અધિકારી ડાંગરની સૂચના મુજબ રાજકોટ વિભાગના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે શેડ્યૂલ બનાવી આજે બસને પ્રસ્થાન કરાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં રાજકોટ કર્મચારી મંડળ ઉપપ્રમુખ જે. જે. જાડેજા, યુનિટ સેક્રેટરી અશોકભાઈ થુલેટીયા, સેન્ટ્રલ આગેવાન સહદેવસિંહ ઝાલા, પ્રતિનિધિ ગુલાબભાઇ બરેડીયા, ATI રહીમભાઈ પરમાર, ATI હકુવીરસિંહ પરમાર,TC વિરેન્દ્રસિંહ જાડેજા, TC રાજુભાઈ પૈજા, પ્રતિનિધિ જયદેવસિંહ ઝાલા, જીતુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, હમિદભાઈ કાદરી, એસ. વી. ઝાલા, બી. ડી. ગોહિલ, તાલુકા-શહેર સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સદસ્યો, નગર પાલિકાના પૂર્વ સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.