સહકારી મંડળીઓમાંથી લોન લેનારને લોન લેતી વખતે વહીવટી પ્રક્રિયા માટે કરવી પડતી સ્ટેમ્પ ડયુટી માફ કરવામાં આવી
ગાંધીનગર: રાજય સરકારના નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધારાસભામાં વર્ષ ર૦ર૪-રપ માટે નવા કરબોજ વગરનું બજેટ રજુ કર્યુ છે. કુલ ૩ લાખ ૩૩ હજાર ૪૬પ કરોડના બજેટમાં વર્તમાન કર માળખામાં કોઇ ફેરફાર જાહેર કરવામાં આવેલ નથી. એકંદરે અંદાજીત પુરાંત ૧૪૬.૭ર કરોડ અને અંદાજ અનુસાર પુરાંત ૯૦૦.૭ર કરોડ દર્શાવેલ છે.
હાલમાં રજીસ્ટર્ડ સહકારી ક્રેડીટ સોસાયટી પાસેથી રૂા.પ૦૦૦ થી વધુ રકમનું ધિરાણ મેળવતા સભાસદોએ હાલના નિયમ મુજબ એગ્રીમેન્ટ લેખમાં રૂા. ૩૦૦ અને જામીનખતમાં રૂા. ૩૦૦ મળીને કુલ રૂા. ૬૦૦ની સ્ટેમ્પ ડયુટી ચુકવવાની થાય છે. આવુ ધિરાણ સામાન્યતઃ મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા લોકો તેમના વ્યવસાય, રોજગાર અને ખેતીની પ્રવૃતિની જરૂરીયાત માટે લેતા હોય છે. અમારી સરકારે રજીસ્ટર્ડ સહકારી ક્રેડીટ સોસાયટીના સભાસદો રૂા. પ૦ હજાર સુધીનુ ધિરાણ લેશે તો તેવા કિસ્સામાં આ સ્ટેમ્પ ડયુટી માફ કરવાનો નિર્ણય લીધેલ છે. આ નિર્ણયથી અંદાજીત ૯ લાખ સભાસદોને આશરે રૂા. પ૪ કરોડની રાહત થશે.