વાંકાનેર: દિગ્વિજયનગર (પેડક)ના ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા સંકલ્પ કરી રાજયમાં વધી રહેલ તમાકુ વ્યસન મુકિત અભિયાનનો પ્રારંભ ગઈ કાલે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વાંકાનેર રાજ પરિવારના મહારાણા શ્રી કેશરીદેવસિંહ ડી.ઝાલા તથા રૂગનાથજી મંદિરના અગ્રણી સેવાભાઇ શ્રી રેવાદાસબાપુ હરીયાણી દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
શ્રી કેશરીદેવસિંહ ઝાલા તથા શ્રી રેવાદાસબાપુ હરીયાણીએ આ વ્યસન મુકિતનો બહોળી સંખ્યામાં નાગરિકો લાભ લઇ વ્યસન મુકિતમાંથી મુકિત મેળવે, તેવી ધર્મેન્દ્રસિંહ ઝાલાને આર્શિવચન આપવામાં આવ્યા હતા.
ધર્મેન્દ્રસિંહ દ્વારા સંકલ્પ કરાવામાં આવેલ છે. જે રાજયના તમામ જીલ્લા, તાલુકા મથક તેમજ વચ્ચે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ વ્યસન મુકિત માટે સંકલ્પ કરેલ છે.ઉપરોકત કાર્યક્રમમાં કેશરીદેવસિંહ ઝાલા તેમજ રૂગનાથજી મંદિરના મહંત શ્રી રેવાદાસભાઇ હરીયાણીએ પ્રાસંગીક પ્રવચન કરેલ હતું. આ તકે દિગ્વિજયનગરના અગ્રણીઓ સહિતના જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ ઝાલા દિગ્વિજયનગર (પેડક)માં જ ઉત્પાદન થતા ઓમ માવા પાવડરના પ્રેસિડેન્ટ છે.