કઇ છે અરજી કરવાની છેલ્લી તારીખ? કેવી રીતે ભરશો ફોર્મ?
સેન્ટ્રલ હજ કમિટીના સીઈઓ લિયાકત અલીએ જણાવ્યું કે હજ 2024 માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જે 20 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. હજ કમિટી ઓફ ઈન્ડિયાએ હજ યાત્રા 2024 માટેની અરજી માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી છે, જેના કારણે હજ યાત્રીઓ 20 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે.
આ અરજી પ્રક્રિયા સોમવાર (4 ડિસેમ્બર)થી શરૂ થઈ છે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. સેન્ટ્રલ હજ કમિટીના સીઈઓ લિયાકત અલીએ આ અંગે માહિતી આપી હતી. 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો પણ હજ માટે અરજી કરી શકે છે. તમે વેબસાઇટ પર હજ સંબંધિત તમામ માર્ગદર્શિકા વાંચી શકો છો. હજ માટે અરજી કરતા તમામ અરજદારો પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. હજ કમિટીએ હજ પોલિસીની જાહેરાત કરી દીધી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો