કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી

જમીન માપણીમાં પારદર્શિતા વધારવા રાજ્યનો નિર્ણય

કલેક્ટરને આપવામાં આવી વધારાની સત્તા

ખાનગી સર્વેયરોના લાયસન્સ હવે જિલ્લામાં જ ઈસ્યુ થશે

રાજ્ય સરકારે જમીન સંબંધિત માપણી પ્રક્રિયાને વધુ ઝડપથી અને પારદર્શિતાથી પૂર્ણ થાય તે માટે એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કર્યો છે. અત્યાર સુધી ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા રાજ્ય સ્તરે સેટલમેન્ટ કમિશનર-કમ-જમીન દફતર નિયામક પાસે હતી, પરંતુ હવે આ જવાબદારી સીધી જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે. મહેસૂલ વિભાગનો આ નિર્ણય 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે, જેથી જિલ્લામાં જ કેસોની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થઈ શકે.વધતા માપણી કેસો વચ્ચે રાજ્યકક્ષાના વિલંબને અંત
મહેસૂલ વિભાગના ઉપસચિવ ચિંતન ચૌધરી દ્વારા પ્રસિદ્ધ ઠરાવમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જમીન માપણીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સ્તરે લાયસન્સ ઈસ્યુ કરવાની પદ્ધતિને કારણે વિલંબ થતો હતો, જેના કારણે નાગરિકોને તેમના કેસમાં રાહ જોવી પડતી હતી અને કેટલાક મામલાઓમાં ફરિયાદો તથા ભ્રષ્ટાચારના આરોપો પણ સામે આવતા હતા. નવી વ્યવસ્થાથી જિલ્લામાં જ જરૂરી કાર્યવાહી થશે અને પ્રક્રિયા ઝડપી બનશે.કલેક્ટરને સોંપવામાં આવેલી નવી સત્તાઓ
ઠરાવ મુજબ જિલ્લા કલેકટરને ખાનગી સર્વેયરોની નવી નોંધણી, પ્રમાણપત્ર ઈસ્યુ કરવું, લાયસન્સનું રિન્યુઅલ, તેમજ લાયકાતની ચકાસણી જેવી મહત્વપૂર્ણ સત્તાઓ આપવામાં આવી છે. ઉપરાંત લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા, માપણી ફી નક્કી કરવી, કેસોની ફાળવણી, તાલીમ અને રેકોર્ડ જાળવવાની જવાબદારી પણ હવે કલેકટર સંભાળશે. આ સત્તાઓ અગાઉ રાજ્ય કચેરી પાસે હતી, પરંતુ જિલ્લામાં લાવવાથી કાર્ય વધુ સુવ્યવસ્થિત બનશે.પારદર્શિતા માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત
ભ્રષ્ટાચાર રોકવા માટે નવા ઠરાવમાં પોલીસ વેરિફિકેશન તથા તમામ લાયકાતોની સખત ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે. કલેક્ટરને સર્વેયરોની તમામ વિગતો સમયસર રાજ્યને મોકલવાની જવાબદારી પણ સોંપાઈ છે. આ વ્યવસ્થા અમલમાં આવતા, માપણી સંબંધિત કામગીરીમાં પારદર્શિતા વધશે અને સર્વેયરોની વિશ્વસનીયતા અંગે કોઈ પ્રશ્ન ન ઊભો થાય તે સુનિશ્ચિત થશે.જિલ્લાસ્તર પર કેન્દ્રિત થતી જમીન માપણી પ્રક્રિયા
જિલ્લાકક્ષાએ સત્તા કેન્દ્રિત થવાથી માપણીના લાખો બાકી કેસોમાં ઝડપ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાગરિકોને રાજ્ય કચેરી સુધી જવાનું ટળશે અને સેવાઓ નિર્ધારિત સમયમર્યાદામાં પ્રાપ્ત થશે. સરકારના જણાવ્યા મુજબ, આ નવી પદ્ધતિ વહીવટી પ્રક્રિયા સરળ બનાવશે અને નાગરિકોના વિશ્વાસમાં વધારો કરશે. તમામ જિલ્લાઓમાં નવી માર્ગદર્શિકા, ફોર્મેટ અને રજિસ્ટરો તૈયાર કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!