ધારાસભ્ય દ્વારા ચાલતા કેમ્પની રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ સમીક્ષા કરી
૫૫૦ થી વધુ લોકો માટે રહેવા જમવાની ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે
ધારાસભ્ય દ્વારા બિપોરજોય વાવાઝોડાની આફતમાં લોકોને મદદરૂપ થવાના હેતુ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ ૫૫૦ થી વધુ લોકોને સલામત સ્થળે પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્થળાંતર કરી તમામ લોકો માટે રહેવા જમવાની ચા પાણી નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ રાહત કેમ્પની મુલાકાત લેવા ગઈ કાલે વાવાઝોડાની આફતમાં વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે, તેવા રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, તપનભાઈ દવે સહિતનાઓ આવેલ.
ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્થળાંતર કરી ખસેડવામાં આવેલા ૫૫૦ થી વધુ લોકોને મંત્રી મળ્યા હતા .
આગામી સમયમાં ભયાનક વાવાઝોડાને પગલે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, હિરેનભાઈ પારેખ, ચેતનગીરી ગોસ્વામી , હીરાભાઈ ભરવાડ, કાનાંભાઈ ગમારા સહિતના ભાજપના નેતાઓ રાહત કેમ્પમાં ચાલતા સેવા યજ્ઞમાં જોડાયા છે.
ધારાસભ્યની આગેવાની હેઠળ વિવિધ ટીમો બનાવી શહેર તથા તાલુકા વિસ્તારમાંથી નિરાશ્રિતો, કાચા મકાનોમા રહેતા તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ બાબતે ધારાસભ્યે જણાવાયું હતુ કે વાંકાનેર પંથકમાં વાવાઝોડાને કારણે એક પણ વ્યક્તિને કોઈ જ પ્રકારનું નુકસાન થાય નહિ, તે માટે પી.જી.વી.સી. એલ., પાલિકા તંત્ર, સેવા સદન , તાલુકા પંચાયત કચેરી, હોસ્પિટલ તંત્રને એલર્ટ રખાયા છે.