અગાઉ ખેરવાના મજૂરના પણ રૂપિયા ચોરાયા હતા
વાંકાનેર: શહેરની હાઇવે ચોકડી ખાતે ગઈ કાલે બપોરે અઢી વાગ્યે કમલેશકુમાર યાદવ નામનો યુવાન હાઇવે જકાતનાકાથી માર્કેટિંગ યાર્ડ તરફ જવા એક સીએનજી રીક્ષામાં બેસતાં થોડા આગળ જતાં જ અન્ય બે અજાણ્યા શખ્સો પણ રિક્ષામાં બેસી અચાનક ચાલુ રિક્ષામાં ઉલટીનું નાટક કરી, યુવાનના ખીસામાંથી પાકીટની ચોરી કર્યા બાદ રીક્ષા ડ્રાઈવરે રિક્ષા ઉભી રાખી યુવાનને નીચે ઉતારી બીજી રિક્ષા કરી લેવાનું જણાવી ત્યાંથી નીકળી ગયા હતા,
બાદમાં યુવાને ચેક કરતાં તેના પાકીટમાં રાખેલ રૂ. ૫,૦૦૦ ની રોકડ રકમ, બે ATM સહિતની ઠગાઈ થયાનું જણાતાં તેણે બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી, જેથી બાબતે પોલીસે આ ટોળકીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે……
ઉલ્લેખનીય છે કે રાજકોટ અને આજુબાજુના વિસ્તારોમાં ઠગાઈની નવી રીત અપનાવી ચોરી કરતી રિક્ષા ગેંગ સક્રિય થઈ હોય, જે મુસાફરીના સ્વાંગમાં ઉલટીનું નાટક રચી પેસેન્જરોના પર્સ, કીંમતી સામાનની ચોરી કરતી હોય, જેમાં ચંદ્રપુરના એક શખ્સ સહિત ટોળકીને પોલીસે પકડી લીધેલ હતી. બાદમાં આવી રીતે ચોરી-ઠગાઈના બનાવને અંજામ આપતી વધુ એક ગેંગ વાંકાનેર વિસ્તારમાં સક્રિય બની હોવાનો ઘાટ સર્જાયો છે, જેમાં આજે બપોરે વાંકાનેર શહેરની હાઇવે ચોકડી ખાતે આ ગેંગના ત્રણ સભ્યો દ્વારા એક મુસાફરને રિક્ષામાં બેસાડી ઉલટીનું નાટક રચી પેસેન્જરના પર્સની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
અગાઉ તા.11-2-2023 ના રોજ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વાતની અને હાલમાં ખેરવા ગામે પથુભા ઝાલાની વાડીએ ખેતમજૂરી કરતા દીતેલીયાભાઈ ઉર્ફે રમેશ ભલજીભાઈ રાઠવા વાંકાનેરના ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડથી કાળા કલરની સી.એન.જી રીક્ષા નંબર- જીજે – 5985માં બેસીને જતા હતા ત્યારે રીક્ષામાં પાછળ બેસેલ એક 25થી 30 વર્ષના અજાણ્યો ઈસમે કપાસ વેચાણના ખીસ્સામા રાખેલ રોકડા 56,700 સેરવી લેતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પીધેલ:
જામસરના બેચર દેવાભાઇ દંતેસરીયા પીધેલ પકડાયા છે…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો