જેરામભાઇ વોરાને પડોશી ત્રણ જણાએ લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા
રાજકોટ તા. ૧૭: વાકાનેરમાં પડોશીઓ વચ્ચે મારામારી થતાં એક વૃધ્ધ અને એક યુવાનને ઇજા થઇ હતી.



વાંકાનેર દિગ્વીજયનગરમાં રહેતાં જેરામભાઇ જીવાભાઇ વોરા (ઉ.વ.૬૦)ને પડોશી કિશોર, રમેશ, ભરત સહિતે લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. સામા પક્ષે ભરત રમેશભાઇ વોરા (ઉ.વ.૨૩) પણ પોતાને જેરામભાઇ, જગદીશ, લક્ષ્મીબેને લાકડીથી માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.