વાહનચાલકોને અકસ્માતનો ભય: ક્યારે દૂર કરશે?
વાંકાનેર : વાંકાનેર ટોલનાકાથી 2 કિલોમીટર ઢુવા ગામ તરફ હાઈવે પર સાઈડમાં મસમોટા પથ્થર અને માટીના ઢગલાં કરી દેવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
હાઈવેની સાઈડમાં મોટા મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે. આ હાઈવે પરથી અનેક વાહનો પસાર થતાં હોય છે ત્યારે આ ઢગલાના કારણે અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. ત્યારે આ ઢગલાને તાત્કાલિક દૂર કરવા માંગ ઉઠી રહી છે.
આ જાતની રસ્તા પર ઢગલા કરવાની હરકતો અવારનવાર થતી હોય છે, ત્યારે ઢગલા કરનારે બીજા વાહનચાલકોનો પણ વિચાર કરવો જોઈએ.