વાકાનેર : વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં પથ્થરની ખાણ ચલાવતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામના વતની અને હાલમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાન ઉપર પાડધરા ગામની ચોકડી પાસે આઠ શખ્સોએ ખાણ કામ તેમજ રસ્તા બાબતે ઝઘડો કરી પાઇપ અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના આ બનાવના આઠ શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં પથ્થરની ખાણ ચલાવતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામના વતની સામતભાઈ નગાભાઈ કરમુર ગઈકાલે પોતાની પથ્થરની ખાણથી પરત આવતા હતા ત્યારે આરોપી આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, રામભાઈ બોખીરા અને ત્રણ અજાણ્યા શખ્સોએ ખાણના રસ્તા બાબતના જુના ઝઘડાનો ખાર રાખી પાઇપ અને ધોકા વડે હુમલો કરતા સામતભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા વાંકાનેર હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું…
હત્યાના આ બનાવ અંગે મૃતકના ભાઈ કરશનભાઇ નગાભાઈ કરમુરે પાંચ આરોપીઓના નામ જોગ અને ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે…