હેડ લાઈન
દ્વારકાથી 300 કિમિ દૂર
ચક્રવાત ‘બિપરજોય’ બની રહ્યો છે હવે અતિપ્રચંડ
ગુજરાત માટે 36 કલાક ભારે, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 8 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં જોરદાર અસર વર્તાઈ રહી છે.

આગામી 36 કલાક ગુજરાત માટે ભારે લાગી રહ્યા છે. પંજાબમાંથી પણ 5 NDRFની ટીમ એર લિફ્ટ કરાઈ છે. જ્યારે તામિલનાડુની 5 NDRFની ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે.

સાથે જ આર્મીની ટીમ પરિસ્થિતિને પહોંચી વળવા જામનગરથી દ્વારકા પહોંચી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે.

ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. માંડવીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે.

હેડ લાઈન:
ભુજ- રાજકોટ- મોરબી-મુંબઈમાં કુલ 8 ના મોત
છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામા 3મીમીથી 24 મીમી સુધી વરસાદ
દરિયામાં 8 કિમિ પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
રાજ્યના 51 તાલુકામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી.
વાવાઝોડાને લઈ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ
કેન્દ્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8 હજાર કરોડની જાહેરાત
નુકસાનને ઘટાડવા માટે રાજ્ય સરકાર આફત પહેલા જ એલર્ટ બની
વાવાઝોડાને પગલે રાજ્યના 33 જિલ્લામાં કંટ્રોલરૂમ નંબર જાહેર
વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસ રદ તો 60ના રૂટ ટૂંકાવાયા
વાવાઝોડાંની કચ્છમાં અસર: ભારે પવન સાથે વરસાદ શરુ, સેનાના જવાનો સ્ટેન્ડ બાય
વાવાઝોડાંને લઈને NDRF ની 16 ટિમ તૈનાત,
ભાવનગરના ઊંચા કોટડામાં દરિયામાંથી આવી ડોલ્ફિન માછલી
મંગળવાર સાંજ સુધીમાં 37 હજાર લોકોનું કરાયું સ્થળાંતર
અંબાજી યાત્રાધામમાં રોપ-વે 4 દિવસ બંધ રહેશે
અરવલ્લી જિલ્લામાં પણ વાવાઝોડાંની અસર વર્તાઈ
જામનગરમાં કાલે બપોર બાદ પવનની ઝડપ 120 કિમિ થઇ શકે
સોમનાથમાં પૂજા, કચ્છમાં દરિયાદેવને શાંત થવા લોકોએ કરી પ્રાર્થના
ગુજરાતના 3 જિલ્લામાં જોખમ, સેનાએ સંભાળ્યો મોરચો
મુંબઈમાં જુહુ પાસે દરિયામાં તણાયેલ ચાર યુવકોની શોધ પડતી મુકાઈ
બે દાયકામાં વાવાઝોડાંમાં 52% ટકાનો વધારો
પોરબંદરના 31 લોકોનું સ્થળાન્તર
કચ્છમાં કલમ 144 મી લાગુ
તોફાનનું તાંડવઃ આજે 8 અને કાલે 3 જિલ્લામાં તાંડવ
વાવાઝોડાને કારણે સોમનાથમાં લોકમાન્યતાના લીધે 1ને બદલે 2 ધજા ચડાવાઈ
