આંબેડકરનગરમાં સામસામી ફરિયાદો થઇ
એક પક્ષે 9 અને બીજા પક્ષે 5 આરોપી
વાંકાનેર: દિવાળીના તહેવારમાં લોકો ફટાકડા ફોડી આનંદ લેતા હોય છે, પણ વાંકાનેર આંબેડકરનગરમાં ફટાકડા ફોડવા બાબતે ઝઘડો કરી આંખની નેણ ઉપર ધોકો માર્યાની તો સામા પક્ષે જાનથી ઠાર મારવાની ધમકી આપ્યાની ફરિયાદો થઇ છે
પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યા મુજબ વાંકાનેર આંબેડકરનગર શેરી નં. 2 માં રહેતા જીવણભાઈ ભરતભાઈ રાઠોડે આંબેડકરનગરમાં જ રહેતા (1) મુકેશભાઈ મંગાભાઇ સોલંકી (2) યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (3) જેન્તીભાઇ પ્રેમજીભાઈ સોલંકી (4) પીન્ટુભાઇ મંગાભાઇ સોલંકી (5) મણીબેન મંગાભાઇ સોલંકી (6) નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (7) દિનેશભાઇ પ્રેમજીભાઈ ચાવડા (8) પારસ જેન્તીભાઇ સોલંકી અને (9) તુષારભાઈ જેન્તીભાઇ સોલંકી ઉપર ફરિયાદ કરી છે કે પોતે ઢુવામાં લાટો સીરામીકમા સફાઈકામની મજુરી કરે છે.
તા.૧૨/૧૧/૨૦૨૩ ના રાત્રીના અગિયારેક વાગ્યાના માનવ વિપુલભાઈ રાઠોડ, અલ્પેશભાઈ દિનેશભાઈ રાઠોડ, કુલદિપ દેવાભાઈ રાઠોડ તથા ગૌરવ રમેશભાઈ સાથે ઝાલા ઘર સામે ચોકમા દિવાળીનો તહેવાર હોય ફટાકડા ફોડતા હતા ત્યારે ત્યાં મુકેશભાઈ મંગાભાઈ સોલંકી હાથમા લાકડાનો ધોકો લઈને તથા યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, જેન્તીભાઈ પ્રેમજીભાઈ સોલંકી તથા પિન્ટુભાઈ મંગાભાઈ સોલંકીએ ફટાકડા અહી ન ફોડવા કહેતા ‘અમે ફટાકડા ફોડતા નથી માટે ઠપકો આપો નહિ’ તેમ કહેતા તેમને સારૂ લાગેલ નહિ, ગાળો બોલવા લાગતા ના પાડતા મુકેશભાઈએ તેના હાથમા રહેલ લાકડાનો ધોકો મોઢાના ભાગે મારતા ફરિયાદીના કપાળ પર નેણના ભાગે વાગેલ. યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, જેન્તીભાઈ પ્રેમજીભાઈ સોલંકી તથા પિન્ટુભાઈ મંગાભાઈ સોલંકીએ ઢીકાપાટુનો મુંઢ માર મારેલ, દેકારો થતા ત્યાં બીજા છોકરાવ ભેગા થઈ જતા તેઓ ત્યાંથી જતા રહેલ.
થોડીવાર બાદ મણીબેન મંગાભાઈ સોલંકી, નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી તથા દિનેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા આવેલ. મુકેશભાઈ તથા અમારા બીજા છોકરાવ સાથે કેમ બોલાચાલી કરેલ તેમ કહી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારેલ, થોડીવાર બાદ પારસ જેન્તીભાઈ સોલંકી તથા તુષારભાઈ જેન્તીભાઈ સોલંકી પણ અમારી સાથે ત્યાં ઝઘડો કરવા આવેલ. બાદ પોતે ઘરે સુઈ ગયેલ, સવારે કપાળ પર ડાબી બાજુના નેણ પર સોજો હોય જેથી તેમની માતા મીનાબેને મને પુછતા મારામારી થયેલ તે બાબતે જાણ કરતા તેઓ તથા મારા સગાવહાલા ઝઘડો કરનારને ઠપકો આપવા ગયેલ, અમારી સાથે પણ બોલાચાલી કરેલ.
સામા પક્ષે આંબેડકરનગર શેરી નં. 5 માં રહેતા મણીબેન માધાભાઇ સોલંકીએ (1) ભરતભાઈ વિઠલભાઈ રાઠોડ (2) મીનાબેન ભરતભાઈ રાઠોડ (3) જીવણભાઈ ભરતભાઈ રાઠોડ (4) ટીપુભાઈ કાળુભાઇ રાઠોડ અને (5) કૌશિક ધીરુભાઈ રાઠોડ ઉપર ફરિયાદ કરી છે કે ગઈકાલ તા.૧૨/૧૧/૨૦૨૩ ના રાત્રીના અમારા ઘર પાછળ જીવણભાઈ ભરતભાઈ રાઠોડ, માનવ વિપુલભાઇ રાઠોડ, અલ્પેશભાઇ દિનેશભાઈ રાઠોડ, કુલદિપ દેવાભાઇ રાઠોડ તથા ગૌરવ રમેશભાઈ ઝાલાને અમારા ઘર પાછળ ફટાકડા નહિ ફોડવા ઠપકો આપેલ.
બીજે દિવસે અમારા ઘર પાસે ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ, મીનાબેન ભરતભાઈ રાઠોડ તથા જીવણભાઈ ભરતભાઈ રાઠોડ ખાર રાખી ગાળો બોલવા લાગેલ અને કહેલ કે હવે જો તમે અમારી સાથે બોલાચાલી કરશો તો ઠાર મારી નાંખશે, દેકારાનો અવાજ સાંભળી પાર્વતીબેન રમેશભાઈ રાઠોડે ઝઘડો નહિ કરવા સમજાવેલ.
થોડીવાર બાદ ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડના સગા ટીપુભાઈ કાળુભાઈ રાઠોડ તથા કૌશિકભાઈ ધીરૂભાઈ રાઠોડે પણ મારી નાંખવાની ધમકી આપેલ. ફરિયાદીના બહેનના દિકરા પરેશભાઈ લવજીભાઈ સારેસા સાથે પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે. પોલીસ ખાતાએ આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે રાત્રીના દશ વાગ્યા પછી ફટાકડા ફોડવાની હાઇકોર્ટે મનાઈ ફરમાવી છે.