કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ઝપાઝપી કરી મહિલાના હોઠ પર લાકડી મારી

વાંકાનેર: અહીંના જીનપરા મેહુલ સામેની શેરીમાં એક મહિલા કામદારને બરાબર સફાઈ નહીં કરતા હોવાનું કહી એક ઇસ્મે માર માર્યાની ફરિયાદ થઇ છે.

આ બનાવ અંગે સફાઇ કામદાર સારદાબેન ચેતનભાઇ બચુભાઇ ચૈાહાણ જાતે વાલ્મીક (ઉ.વ.૫૦) રહે. વાંકાનેર આંબેડકરનગર શેરી નં-૫ વાળાએ લખાવેલ છે કે પોતે સવારના જીનપરા વિસ્તાર ગૈાશાળા રોડ ઉપર સફાઈ કરવા માટે ગયેલ ત્યારે જીનપરા મેહુલ ટેલીકોમની સામે શેરીમાં સવજીભાઈ જેઠાભાઈ સારેસા રહે,

આંબેડકરનગર શેરીવાળાની ચપ્પલ સીવવાની પેઢી આવેલ છે. સવજીભાઈ હાજર હતા, તેઓ અગાઉ પણ છેલ્લા ચાર પાંચ માસથી સફાઈ બરોબર કરતી ન હોવાની ફરિયાદ કરતા હતા, અહીં કચરો સાફ કરેલ હોય તો પણ ફરિયાદીને જેમ ફાવે તેમ આરોપી ગાળો બોલવા લાગેલ જેથી પોતે સામે પણ બોલેલ, એમની

વચ્ચે ઝપાઝપી થયેલી. લાકડીથી હોઠ ઉપર, હાથે અને શરીરના ભાગે આડેધડ મુઢમાર મારેલ છે. દવાખાને રાઠોડ કૌશિકભાઈ, આકાશભાઈ લઢેર, ફરિયાદીના પતિ વિગેરે આવેલ. સોમાભાઈ હરિભાઈ રાઠોડ તથા તેમના પતિ વિગેરે

પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરેલ છે પોલીસ ખાતાએ ધોરણસર ફરિયાદ લઇ આગળની કાર્યવાહી શરુ કરેલ છે.

લપાતો-છુપાતો:
પલાંસડીના રાહુલ રઘુભાઇ પીપળિયા ઢુવા પાસે અંધારામાં દુકાનના તાળા ફંફોસતો પકડાતા કાર્યવાહી
સર્પ આકારે વાહન ચલાવતા:
માટેલના ભરવાડ વિપુલ રાઘવભાઈ ડાભી નશો કરેલી હાલતમાં સર્પ આકારે મોટર સાયકલ ચલાવતા કાર્યવાહી, મોટર સાયકલ કબ્જે
હથિયાર ધારા પ્રતિબંધ જાહેરનામાનો ભંગ:
જુના ઢુવાના મયુરસિંહ ઉર્ફે નાગરાજ હરેશભાઇ અસવાર સામે લાકડાનો ધોકો લઈને નીકળતા હથિયાર ધારા પ્રતિબંધ જાહેરનામાનો ભંગ કરવા સબબ કાર્યવાહી
દારૂ સાથે:
(1) વીડીભોજપરાના રસ્તે કેનાલનાં કાંઠે રહેતા વિજુબેન ગેલાભાઇ રૂપાભાઇ જખાણીયા, (2) ઢુવા માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાછળ રહેતા તૌફીક ઉર્ફે તોફલો આદમભાઇ લધાણી અને (3) રંગપરના શિવકુભાઇ ધીરુભાઈ તકમરીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
(1) ચંદ્રપુરના નાલા પાસે રહેતા અલ્પેશ રાજુભાઈ ચૌહાણ (2) આંબેડકરનગરના ધનજી કાનજી મહાલિયા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) માટેલના જીતેન્દ્ર બીજલભાઈ સરાવાડીયા (2) પાંચદ્વારકાના વશરામ માવજીભાઈ ગમારા (3) ભલગામના ભરત બાબુભાઇ મારુ અને (4) રંગપર સીમ પોલીફોમ ઈન્ડસ્ટ્રીઝમાં રહેતા મહેશ હરિભાઈ મોરી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે

 

Content Copying Forbidden !!

error: Content is protected !!