કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સતાપરમાં વિદ્યાર્થીએ ચિંતામાં એસિડ પી લીધું

સતાપરમાં વિદ્યાર્થીએ ચિંતામાં એસિડ પી લીધું

માતા પિતાનો એકનો એક દીકરો

વાંકાનેર: તાલુકાના સતાપર ગામમાં રાજકોટની નર્સિંગ કોલેજમાં ભણતા 19 વર્ષીય વિદ્યાર્થીએ અભ્યાસની ચિંતામાં એસિડ પી લીધું હતું, પોતાના ઘરે હતો ત્યારે આ પગલું ભર્યું હતું, તેને તત્કાલ સારવારમાં ખસેડાયો હતો. વિદ્યાર્થી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રાથમિક મળેલ જાણકારી મુજબ, 19 વર્ષીય વિદ્યાર્થી સતાપર ગામે ગઈકાલે બપોરે અઢી વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી ગયો હતો. પરિવારજનોને આ અંગે જાણ થતા તત્કાલ જ નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. વિદ્યાર્થી રાજકોટના જામનગર રોડ પર આવેલી આનંદ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે અભ્યાસના ટેન્શનમાં તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ 19 વર્ષીય વિદ્યાર્થી પોતાના માતા પિતાનો એકનો એક દીકરો છે. એકના એક દીકરાના આપઘાત પ્રયાસથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!