વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે વાંકાનેર શહેરની મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કૂલ અને શારદા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓએ ગાયત્રી મંદિર ખાતે વડાપ્રધાનનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો.
ઉપરાંત વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા દોશી કોલેજની ગોલ્ડ મેડલ મેળવનાર તેમજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમા વિજેતા થનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પ્રાંત અધિકારી શેરશીયા, મામલતદાર કાનાણી, તેમજ ભાજપ અગ્રણીઓ, નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.