ભૂગર્ભ ડ્રેનેજ લાઈન અનેક વર્ષોથી બંધ છે
વાંકાનેર: અહીં વોર્ડ નં 4 ના સિપાઈ શેરી નં-1 વિસ્તારમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહે છે, જે પાણી અમુક ઘરની અંદર ભરાવવાની સમસ્યા પણ રહે છે. આ અંગે વોર્ડના સદસ્ય અશરફ અનવરભાઈ ચૌહાણે સંબંધિતો સમક્ષ લેખિત રજુઆત કરી છે…



લેખીત અરજીમાં એમણે જણાવ્યું છે કે વોર્ડ નં 4 ના સિપાઈ શેરી નં-1 વિસ્તારમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહે છે જ્યારે અમુક ઘરની અંદર પણ પાણી ભરાવવાની સમસ્યા રહે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીં આખી મેઈન બજાર, વાણીયા શેરી, ઝાંપા શેરી, જવાશા રોડ સહિતના વિસ્તારોમાંથી વરસાદી પાણી વહીને આવે છે અને 



સિપાઈ શેરીમાં પાણીનો ભરાવો થાય છે. સિપાઈ શેરી નં–1 ના આ છેડે જ્યાંથી વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ, ત્યાં પ્રતાપ રોડ પર આવેલી ભૂગર્ભ ડ્રેનેજ લાઈન અનેક વર્ષોથી બંધ છે. બધી કુંડીઓમાં ક્યાંય ઢાંકણ પણ મૂકેલ નથી જેથી કચરો અને માટી ભરાવવાથી કુંડી અને લાઈન બને બ્લોક થયેલ છે. આ વર્ષે પણ વરસાદી ઋતુમાં પાણી ભરાવવાનો ભય છે જેથી આ ડ્રેનેજ લાઈનને ચોમાસા પહેલા સંપૂર્ણ સાફ કરી અને તેના પર ઢાંકણ મૂકવા આપ સાહેબને નમ્ર વિનંતી છે. અરજીની નકલ (1) ચીફ ઓફિસરશ્રી-વાંકાનેર નગરપાલિકા અને (2) પ્રાંત અધિકારીશ્રીને મોકલેલ છે…

