ટંકારાના જીવાપર ગામે રોડ રસ્તા અને પાણી માટે ધારાસભ્યને રજૂઆત ટંકારા તાલુકાનાં જીવાપર ગામના આગેવાનોએ ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાને મળીને ગામના રોડ રસ્તા બાબતે રજુઆત કરી હતી
અત્રે ઉલેખનીય છે કે, જ્ઞાન જયોતી પર્વના કાર્યક્રમ સ્થળે ટંકારાના જીવાપરના આગેવાનો સરપંચના પ્રતિનિધિ સહિતના મુલાકાતે પહોંચ્યા હતા. જ્યા રોડ રસ્તા તથા પાણી પ્રશ્ને રજૂઆત કરી હતી અને સરપંચના પ્રતિનિધિ કમલેશભાઈ નિમાવત, અમરશિભાઈ પટેલ, લખમણભાઈ રંગાણી, વિપુલભાઈ હાપલિયા, મયુરભાઈ હાપલિયા સહિતના હાજર રહ્યા હતા અને ત્યાંથી જરૂરી તમામ સુવિધાઓ માટે ધારાસભ્ય દ્વારા અધિકારીઓ સાથે વાત કરી યોગ્ય કરવાની સુચના આપી હતી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો