કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રેવન્યુ રેકર્ડ મામલતદાર મથકે સોંપો: ડીડીઓ

ત.ક. મંત્રીને તા. ૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ

રાજ્યમાં ખાતેદારોની હક્કપત્રક ફેરફાર નોંઘણીના પ્રાથમિક કાર્યની સુવિધા માટે ઇ-ધરા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે તથા તેની કામગીરીની શરૂઆત વર્ષ ૨૦૦૪ થી કરવામાં આવેલ છે. જે પહેલા ગામ દફતરમાં આનુસંગિક ફેરફારો/નોંધણીની કાર્યવાહી સંબઘિત ગામના તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવતી, તેમજ લગત રેકર્ડની નિભાવણી તથા જાળવણી કરવામાં આવતી હતી. જે અંગેનું તમામ આનુસંગિક રેકર્ડ/દફતર તાલુકા મથકે જમા લેવા તથા જાળવણી કરવા અગાઉ સુચનાઓ કરવામાં આવી હતી.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે
મોરબી જિલ્લાના ગામોમાં રેવન્યુ રેકર્ડ જેવું કે, (૧) ગામ નમુના નં-૬(હકક પત્રક)માં થયેલ મેન્યુલ નોંધના સાધનિક કાગળો, (૨) ગામ નમુના નં-૧(કાયમી ખરડો), (૩) ગામ નમુના નં-૧૬(કુવા બોરનું રજીસ્ટર), (૪) વારસાઇ રજીસ્ટર, (૫) ફી રજીસ્ટર, (૬) તકરારી રજીસ્ટર, (૭) માપણી રજીસ્ટર, (૮) પોત હીસ્સા રજીસ્ટર, (૯) કમી જાસ્તી રજીસ્ટર, (૧૦) સીમતળ નકશો વગેરે હાલ ગ્રામ પંચાયત તલાટી-કમ મંત્રી હસ્તક રહે છે તેવું ધ્યાને આવેલ છે. પરંતુ રેવન્યુ રેકર્ડને લગતી આ તમામ પ્રકારની કામગીરી હાલ મહેસુલી તલાટી દ્વારા મામલતદાર તાલુકા મથકે કરવામાં આવતી હોઇ જે રેવન્યુ રેકર્ડ તાલુકા મામલતદાર મથકે સોંપવું જરૂરી છે.


આ બાબતે અત્રેના જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયત તલાટી-કમ મંત્રી હસ્તક રહેલ રેવન્યુ રેકર્ડની યાદી ક્રમશઃ તૈયાર કરી તા. ૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરી, દરેક તાલુકા મથકે તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા ખરાઇ કરી તા. ૦૫/૦૮/૨૦૨૩ સુધીમાં દરેક તાલુકા મથકે મામલતદારશ્રી પાસે રેકર્ડ જમા કરાવી રેકર્ડ સોંપ્યા બદલ પ્રમાણપત્ર/પંહોચ મેળવી લેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાની યાદીમાં જણાવાયું છે.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!