ભલગામના રહેવાસી સગર્ભાનું બાળક હાલ તંદુરસ્ત છે
વાંકાનેર : બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે વાંકાનેર તાલુકાના મેસરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક સગર્ભાની સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.
ભલગામ ગામના કિંજલબેન સીતાપરા નામના સગર્ભાને પ્રસુતિની પીડા થતાં તેઓને મેસરીયા આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરાયા હતા. જ્યાં ગઈકાલે તારીખ 15 જૂનના રોજ રાત્રે 11-36 કલાકે સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરવામાં આવી હતી.
જેમાં મેડિકલ ઓફિસર ડો. જાવેદ મકાસપુત્રા, આયુષ મેડિકલ ઓફિસર ડો. સુજાતા ચુડાસમા અને સ્ટાફનર્સ ઈન્દુબેન ભગત, દક્ષાબેન મેર, મુબીનાબેન શેરસીયા દ્વારા આ સફળ પ્રસુતિ કરવામાં આવી હતી. માતા અને બાળક હાલ તંદુરસ્ત છે.