વોર્ડ નંબર ૬ માં કુલ ૧૨ શેરીમાંથી ૫ શેરીઓમાં હાલ આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે
સરકાર દ્વારા સુપરસીડ નગ૨પાલિકામાં વહીવટદાર ઉત્તમભાઈ કાનાણીના માર્ગદર્શનથી ચીફ ઓફિસર, કલેકટર હસ્તે વિકાસલક્ષી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, તેમાં વાંકાનેર ખાતે વોર્ડ નંબર ૧ થી ૭ પાયાની પ્રાથમિક સુવિધા સાથે પાકા રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાંકાનેરના પેડક વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૬ માં કુલ ૧૨ શેરીમાંથી ૫ શેરીઓ હાલ આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે,
તેમાં વોર્ડના પૂર્વ કાઉન્સિલર બ્રિજરાજસિંહ ઝાલાની ટીમ ચાલુ કામગીરીની મુલાકાત કરી હતી અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાને મળી શુભેચ્છા અભિનંદન આપી હતી. સાથોસાથ નગરપાલિકાના ઇન્જિનિયર વિભાગના મહેશભાઈ ચૌહાણ સાથે કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી તેમાં મહેશભાઈ જણાવેલ વિગત અનુસાર 5.39 લાખના ખર્ચે પાંચ શેરીમાં ચાલી રહ્યું છે.
આ વિસ્તારની કુલ ૧૨ શેરીઓ આવેલી છે, તેમાં વિકાસલક્ષી કાર્યને સ્થાન આપવામાં આવી રહ્યું છે. તેમાં એક થેલી સિમેન્ટ, ત્રણ થેલી રેતી અને છ તગારા કપચીનો વપરાશ કરી પાકો રોડ બનાવવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે, સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટોથી વિવિધ વિકાસલક્ષી કાર્યને સ્થાન આપી આજના આધુનિક યુગમાં ઝડપી વિકાસ લક્ષી કાર્યને વેગ આપવાનું શરૂ કરાયું છે, એવું વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ના પૂર્વ કાઉન્સિલર બ્રીજરાજસિંહ ઝાલા વિકાસલક્ષી કાર્યની જાતે મુલાકાત કરી તે વખતની તસવીરમાં રામદેવસિંહ, જયદીપસિંહ અને દિગ્વિજયનગરના નાગરિકો દ્રશ્યમાન થાય છે.