વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટી રોડે રહેતા યુવાનને બીપીની બીમારી હોય માનસિક થઈ જતા તેણે પોતે પોતાની જાતે
એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું અને આ બનાવની
હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી
મુજબ વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટી રોડ ઉપર રહેતા દીપકભાઈ કાનજીભાઈ મકવાણા જાતે અનુ. જાતી (૪૧) નામના યુવાને
પોતે પોતાના ઘરે જાતે એસિડ પી લેતા તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને
ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને બીપીની બીમારી હોય અને માનસિક થઈ જતા તેણે પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો