કેરાળા ગામે આઇસર લેવા લીધેલા 2 લાખના પાંચ લાખ ચૂકવ્યા છતાં ત્રાસ આપતો હોવાનો આક્ષેપ
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતી આશીયાનાબેન ફિરોજભાઈ સૈયદ નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સાંજના આઠેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં આશિયાનાબેનના પતિ ફિરોજભાઈએ એકાદ વર્ષ પહેલા આઇસર ગાડી લેવા માટે વાંકીયા ગામના મુકમુહીન ઉર્ફે મૂકો મોમના પાસેથી રૂૂપિયા બે લાખ વ્યાજે લીધા હતા જે રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હતા તેમ છતાં રૂપિયા બે લાખની પઠાણી ઉઘરાણી કરે છે અને ડેઇલી રૂૂ.1000 નો હપ્તો આપવા છતાં મુકમુહીન ઉર્ફે મુકો મોમના ત્રાસ આપતો હોવાથી આશિયાનાબેને ફીનાઇલ પી લીધું હોવાનું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે વાકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.