વાંકાનેર: શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને રવિવારે રાત્રિના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ કરીછે…

બનાવની જાણવા મળ્યા વિગતો મુજબ વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા રાજસિંહ રણજીતસિંહ પઢીયાર (ઉ.વ. ૩૬) નામના

યુવાને કોઇ અગમ્ય કારણોસર રવિવાર રાત્રીના પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…
