વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ એક સીરામીક એકમમાં રહેતા શ્રમિકે ગળાફાંસો ખાધાનો બનાવ બન્યો છે






આ બનાવમાં જણાવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં કામ કરતા અને કારખાનાની ઓરડીમાં જ રહેતા મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બેડવા ગામના વતની રાહુલભાઇ શંકરભાઇ ડામોર ઉ.19 નામના યુવાને અગમ્ય કારણોસર ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
