કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત

વાંકાનેર રેલવે સ્ટેશન તથા અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવાર રાત્રીના સમયે પસાર થતી પેસેન્જર ટ્રેન હેઠળ પડતું મુકી એક અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશન તથા અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવારે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ એક અજાણ્યા 30 વર્ષીય ઉંમરના પુરુષે કોઇ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ઓખા-બનારસ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતાં જ રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ઉપરોક્ત ફોટા વાળા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. જેથી મૃતકના વાલી વારસની કોઇને ભાળ મળે તો રેલ્વે પોલીસના કુલદીપસિંહ ઝાલાનો મો. ૯૧૭૩૫ ૫૫૫૩૮ પર સંપર્ક કરવો…

Content Copying Forbidden !!

error: Content is protected !!