ધરકામ બાબતે ઠપકો આપતા 15 વર્ષની હિના નામની છોકરીએ ગળેફાંસો ખાધો
વાંકાનેરના જીનપરામાં સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના જીનપરા આશીયાના સોસાયટીમાં રહેતી ૧૫ વર્ષીય હિનાબેન રાજુભાઇ ચારોલાએ તારીખ ૧૦ના રોજ અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ લીધો હતો. જેને પગલે પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે, તો તપાસ અધિકારી નારણભાઈ લાવડીયા સાથે વાત ચિત દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક હીનાબેનને તેની માતા એ ઘરકામ બાબતે ઠપકો આપતા લાગી આવતા અંતિમ પગલું ભરી ગળેફાંસો ખાધો હતો, એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.