વાંકાનેર : વાંકાનેર નજીક રેલવે ટ્રેક હેઠળ સુઈ જઈ અંદાજે 40 વર્ષની ઉમરના અજાણ્યા પુરુષે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન હેઠળ આપઘાત કરી લીધો છે.
આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.
મૃતકની ઓળખાણ મળી ગઈ છે. તે જીનપરામાં રહે છે, બે ભાઈઓ હતા. તેનું નામ મીલય દીપકભાઈ રાજવીર છે. મૃતકના પિતા દીપકભાઈ વેપારી છે, એવું જાણવા મળેલ છે. આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.