બે વર્ષના સંસાર જીવન બાદ માળો પીંખાયો
વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ ખાતે રહેતી એક પરિણીતાએ બે વર્ષનાં દાંમ્પત્ય જીવનમાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી બનાવની વધુ તપાસ ડીવાયએસપી દ્વારા શરૂ કરવામાં આવી છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ ખાતે રહેતા મધુબેન જીતેશભાઇ લામકા (ઉ.વ. 24) નામના પરિણીતાએ પોતાના ધરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો, જેમાં મૃતક મધુબેનના લગ્ન બે વર્ષ પૂર્વે જ થયા હોય; જેથી માત્ર બે વર્ષના દાંપત્ય જીવન બાદ મહિલાએ અઘટીત પગલું ભરી લેતા બાબતે ડીવાયએસપીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.