કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

અજમેર જનારાઓ માટે ખુશખબર: ટિકિટનું બુકિંગ 18 માર્ચથી

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. 

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

ટ્રેન નંબર 09523/09524 ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ [10 ટ્રિપ્સ] 

ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ઓખાથી દર મંગળવારે 10.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાઈ રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 18મી એપ્રિલથી 16મી મે, 2023 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા – ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલાથી દર બુધવારે 13.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 19મી એપ્રિલથી 17મી મે, 2023 સુધી ચાલશે. 

આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધી નગર જયપુર, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. 

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. 

ટ્રેન નંબર 09523 નું બુકિંગ 18 માર્ચ, 2023 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો http://www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!