કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

શ્રી સદગુરુ આનંદ આશ્રમ તથા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુકત ઉપક્રમે આયોજન

આર્યુવેદિક-હોમીયોપેથીક-એકયુપ્રેસર કેમ્પમાં વિનામૂલ્યે નિદાન તથા દવા અપાશે, નામાંકિત ડોકટરોની ટીમ સેવા આપશે

વાંકાનેર-રાજકોટ પર આવેલ શ્રી સદગુરુ આનંદ આશ્રમ ખાતે સદગુરુ પ.પૂ.રણછોડદાસજી મહારાજ તથા મહામંડલેશ્વર ૧૦૦૮ સદગુરુ સ્વામી શ્રી પ. પૂ. હરીચરણદાસજી મહારાજની અસીમ કૃપા થકી આગામી તા. ૩૦-૪-૨૩ ને રવિવારના રોજ આર્યુવેદિક – હોમીયોપેથીક તથા એકયુપ્રેસર ફ્રી નિદાન તથા દવાનો ભવ્ય મેગા કેમ્પનું સુંદર આયોજન શ્રી સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી બજરંગ મીત્ર મંડળ ટ્રસ્ટ, રાજકોટના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે.

આ મેગા કેમ્પમાં રાજકોટના નામાંકીત ડોકટરો શ્રી ડો. એન. જે. મેઘાણી, ડો. દિનેશભાઇ નાગવડીયા, ડો. રાજુભાઇ બુધ્ધદેવ, ડો. દિનકરભાઇ રાજદેવ, ડો. પ્રવિણભાઇ ગેરીયા, ધીરેનભાઇ ગોંડલીયા તેમજ ડો. કેતનભાઇ ભીમાણી સહિતના તબીબો પોતાની સેવા આપશે. આ ઉપરાંત વિનામુલ્ય દવા – વિતરણ વ્યવસ્થા ગોરધનભાઇ લાલસેતા, ચિરાગભાઇ ધામેચા, કિશોરભાઇ પારેખ તથા મનુભાઇ ટાંક સહિતના સંભાળશે. આ ઉપરોકત મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં હૃદયના વાલ્વમાં કાંણુ હોવુ અથવા મોટુ થવુ, લોહી ઓછુ પહોંચવુ, છાતીમાં ધબકારા, પથરી, પેશાબમાં રસી-બળતરા, સફેદ ડાઘ- ચિકનગુનિયા, બ્લડ પ્રેસર (હાઇ-લો), શ્વાસની તકલીફ- વાઇ આવતી હોઇ, હરસ-ભગંદર-વઘરાવણી-સારણગાંઠ, પક્ષઘાત સહિતના જુના હઠીલા રોગોનું સચોટ નિદાન તથા દવા તેમજ જરૂરી માર્ગદર્શન વિગેરે આ ફ્રી મેગા કેમ્પમાં આપવામાં આવશે.


દર્દીઓએ પોતાનું નામ કેમ્પના દિવસે જ સ્થળ પર જ નોંધવામાં આવશે. અગાઉથી નામ નોંધાવવું જરૂરી નથી, તેમ ટ્રસ્ટીઓ દ્વારા જણાવેલ છે. ઉપરાંત ડોકટરોને જરૂરીયાત જણાય તે મુજબની દવાઓ કેમ્પના સ્થળ ઉપર જ વિનામુલ્યે દર્દીઓને સહેલાઇથી મળી રહે, તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ફ્રી નિદાન કેમ્પને સફળ બનાવવા શ્રી ગોંડલ રામજી મંદિરના મહંત શ્રી પ.પૂ. જયરામદાસજી મહારાજ અનન્ય આશિર્વાદ લઇ વાંકાનેર સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ (રાજકોટ)ના ટ્રસ્ટી મંડળ તથા સદ્દગુરૂ શિષ્ય પરિવારના ભાઇઓ-બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ઉપરાંત વિષેશ જાણકારી માટે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટીના વોટસએપ મો. ૯૪૨૮૭ ૮૮૫૨૭ તથા રોહીતભાઇ કારીયા મો. ૯૮૭૯૦ ૭૬૬૫૩, તેમજ ધૈર્યભાઇ રાજદેવ મો. ૮૮૬૬૨ ૨૪૪૩૭ અથવા વાંકાનેર સદગુરુ આશ્રમ ખાતેના મો. ૯૨૭૪૩ ૫૫૫૦૭ ઉપરથી જાણકારી મળી રહેશે. કેમ્પની તા. ૩૦-૪-૨૩ ને રવિવારના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી શ્રી સદગુરુ આનંદ આશ્રમ રાજકોટ રોડ, ગોકુલનગર સામે- વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવેલ હોય વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના દરેક લોકોએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા બન્ને ટ્રસ્ટના આગેવાનોએ અનુરોધ કરેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!