હવે જમીન, વીજળી, રોડ સહિતનો કરાશે સર્વે
ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે. પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ અપાયો છે. બીજા સર્વેમાં જમીન, રોડ-રસ્તા, વીજળીના થાંભલા સહિત જમીન ધોવાણ અંગે સર્વેની કામગીરી હાથવગે શરૂ કરાઈ છે…
પાક નુકસાની અંગે ફરી સરવે કરવાનો આદેશ
રાજ્યમાં વરસાદથી નુકસાન અંગે કેન્દ્રને દરખાસ્ત માટેના આંકડા નક્કી થાય તે પહેલા ફરી વરસાદ ખાબક્યો છે. વરસાદના બીજા રાઉન્ડમાં પાક નુકસાની અંગે ફરી સરવે કરવાનો આદેશ કરાયો છે. ત્યારે કેન્દ્ર સરકારની ટીમ પણ ત્રણ દિવસ મોડી આવવાનો અંદાજ છે…
અવિરત વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
વરસાદે ખેતી પાકમાં અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. અવિરત વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા છે. પાણી ખેતરમાં ભરાઇ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેના પગલે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને મગફળી અને કપાસના પાકને મોટાપાયે નુકસાન થયું છે. સૌજન્ય: વી ટીવી ન્યુઝ