કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જીલ્લામાં વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે

આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા

સર્વે વખતે ખેડૂતો સજાગ રહે

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે અને વરસાદી પાણી ત્રણ દિવસથી ખેતરમાં ભરાયેલા હોવાના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નાશ પામ્યો છે અને ખેડૂતોને થયેલા નુકસાન નો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશે તેવું મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યું છે…

ઉપરાંત સ્થાનિક જળાશયો પણ ઓવરફ્લો થયા હતા જેથી કરીને ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા છે અને મોરબી જિલ્લામાં મોટાભાગે ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે જેથી કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં મોરબી જિલ્લામાં નુકસાન થયું છે આ બાબતે મોરબી જિલ્લામાં આવેલા રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને થયેલા નુકસાનનો આગામી બે દિવસની અંદર સર્વે શરૂ કરવામાં આવશે અને સરકાર તરફથી તેઓને સહાય મળે તેવી વ્યવસ્થા કરાશે તેવી તેમને માહિતી આપી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!