વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતા વેપારીને પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખીને ત્રણ બુટલેગરો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા વેપારીને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે.
બુટલેગરો બેફામ બન્યા હોય તેવો ઘાટ વાંકાનેર શહેરની અંદર જોવા મળ્યો છે વાંકાનેર શહેરના દીવાનપરા વિસ્તારની અંદર ચા ની ભૂક્કીનો વેપાર કરતા અને ગોપાલ ટી નામની દુકાન ધરાવતા નીતિનભાઈ રમણીકલાલ ખેરૈયા (૫૫) નામના આધેડને ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં તેઓ તેના ઘર પાસે હતા ત્યારે રિતેશ વનરાજ ઝાલા અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા નીતિનભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવા માટેની કવાયત હોસ્પિટલ મારફતે કરવામાં આવી છે
વધુમાં ઈજા પામેલા આધેડની દીકરી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રિતેશ અને તેની સાથે આવેલા શખ્સો બુટલેગર હતા અને પોલીસને બાતમી આપે છે તેવું કહીને તેની શંકા રાખીને માર માર્યો હતો જેથી ઈજા પામેલા તેના પિતાને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ લઈને આવેલ છે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે ગત રવિવારે આ શખ્સો તેના પિતા પાસે આવ્યા હતા ત્યારે ૩૫૦૦ ની કિંમતની ઘડિયાળ લઈ ગયા હતા અને ગઈકાલે જ્યારે માર મારવામાં આવ્યો ત્યારે તેઓની પાસેથી રોકડા ૮૦૦૦ રૂપિયા આ શખ્સો લઈ ગયેલ છે.
બીમારી સબબ મૃત્યુ:
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મહેશકુમાર પ્રવીણચંદ્ર કુવાડીયા (ઉ.૫૭) ને ફેફસાની બીમારી સબબ મૃત્યુ થયા તેને પી એમ માટે વાંકાનેર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે મામલે વાંકાનેર સીટી પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો