પટેલ વાડી સામેની દુકાનોપાસે આંટાફેરા કરતો
વાંકાનેર: તાલુકાના માટેલ મંદિર નજીક આવેલ સીરામીક કારખાનાના ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલા અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખીને તેના પતિએ લાકડી વડે માર મારીને ઈજા કરી હતી તેના પતિ સામે ફરિયાદ નોંધાવેલ છે….
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક મંદિર પાસે આવેલ હુવા સંસ્કાર ટાઇલ્સ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નીરૂબેન રાજેશભાઈ અમલીયાર (ઉ.35)એ તેના પતિ રાજેશભાઈ મકનાભાઈ અમલીયાર સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે કે તેના ઉપર તેના પતિ અન્ય વ્યક્તિ સાથે વાત કરે છે તેવી શંકા રાખતા હતા અને તેણે ભૂંડાબોલી ગાળો આપીને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ મહિલાને ઈજા થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિની સામે ફરિયાદ નોંધાવેલ છે….
પટેલ વાડી સામેની દુકાનોપાસે આંટાફેરા કરતો
વાંકાનેર પટેલ વાડી સામેની દુકાનો પાસે અંધારામાં પટેલ વાડી સામેની દુકાનો પાસે કોઈ ગુન્હો કરવાને ઇરાદે આંટાફેરા કરતો શાંતિનગર મિલ પ્લોટનો હિંમત હીફાભાઈ રાઠોડને પોલીસ ખાતાએ પકડેલ છે..