કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભલગામ પાસે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયુ

ભલગામ પાસે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયુ

રાણેકપર ગામના તળાવમાં મૃતદેહ મળી આવ્યો

પંચાસીયાનો યુવાન સર્પાકારે મોટર સાયકલ ચલાવતા પકડાયો

વાંકાનેર: તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટેલ પાસેથી એચ એમ એન્ટરપ્રાઈઝમાંથી અનઅધિકૃત જ્વલંતશીલ ૨૯ હજાર લીટર પ્રવાહીના જથ્થા સહીત રૂ ૪૮.૩૩ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે, બીજા બનાવમાં રાણેકપર ગામના તળાવમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્રીજા બનાવમાં પંચાસીયાનો યુવાન નશો કરી સર્પાકારે મોટર સાયકલ ચલાવતા પકડાયો છે…

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેરના માલકીયા હોટેલની નજીકમાં આવેલ એચ એમ એન્ટરપ્રાઈઝમાં મી માય ઇકો એનર્જી ઇન ડીઝલ નામના પમ્પનો સંચાલક અજીતસિંહ નવઘણસિંહ જાડેજા રહે રાજકોટ વાળો પોતાના અંગત ફાયદા માટે શંકાસ્પદ જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો બહારથી ટેન્કર મારફત મંગાવી સ્ટોરેજ ટાંકીમાં એકત્ર કરી અને બહારથી આવતી ટ્રકોમાં ઇંધણ તરીકે પૂરી ગેરકાયદે વેચાણ કરી રહ્યો છે જેથી એલસીબી ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી

સ્થળ પરથી પોલીસે ટેન્કર જીજે ૧૨ એઝેડ ૯૭૮૧ માં ભરેલ જવલંતશીલ પ્રવાહી આશરે ૧૭,૦૦૦ લીટર કીમત રૂ ૧૩,૬૦,૦૦૦ અને ભોય તળિયે ટાંકીમાં ભરેલ પ્રવાહી આશરે ૧૨,૦૦૦ લીટર કીમત રૂ ૯,૬૦,૦૦૦ તેમજ ટેન્કર જીજે ૧૨ એઝેડ ૯૭૮૧ કીમત રૂ ૨૫ લાખ, પાઈપ, ઇલેક્ટ્રિક મોટર અને બે મોબાઈલ તેમજ ટેન્કરનો ગેટ પાસ અને ઇલેક્ટ્રિક બીલ અને ભાડા ખતની નકલ સહીત કુલ રૂ ૪૮,૩૩,૫૦૦ નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે આરોપીઓ અજીતસિંહ નવઘણસિંહ જાડેજા, રવિભાઈ દાદાભાઈ ધાધલ, નરેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર જોષી, નયનભાઈ મોહનભાઈ મકવાણા અને નયનભાઈ વિજયભાઈ વાળા રહે બધા રાજકોટ વાળા મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રાણેકપર ગામના તળાવમાં મૃતદેહ મળી આવ્યો
વાંકાનેર તાલુકાના વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીક આવેલ રાણેકપર ગામના તળાવમાં સાંજના સમયે એક મૃતદેહ જોવા મળતા મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.મોરબી ફાયર વિભાગે ભારે જહેમત બાદ કલાકો બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોલીસને સોંપી આપતા પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જો કે, મૃતક અંગેની કોઈ વિગતો સામે આવી નથી.

પંચાસીયાનો યુવાન સર્પાકારે મોટર સાયકલ ચલાવતા પકડાયો
પંચાસીયાના ભાઇલાલભાઈ પથુભાઇ કોંઢીયા (ઉ.36) એચ,એફ ડીલક્ષ મોટર સાયકલ રજી, નંબર- GJ-36-K-7574 જેની કી.રૂ-૩૦,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર જાલી ચોકડી પાસે પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે ડ્રાઈવીંગ લાયસન્સ વગર ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫,૩-૧૮૧૧૮૧તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!