નવા રાજાવડલામાં જુગારીઓ પકડાયા
વાંકાનેર : શહેરના ધમલપર રોડ ઉપર આવેલ વીસીપરા વિસ્તારમાં નગરપાલિકાના રોજમદાર કર્મચારીને અમારા વિસ્તારમાં આવીને હવા કેમ કરે છે તેમ કહી પાલિકાની રીક્ષામા મુક્કો મારી માથાભારે ઈસમે સફાઈ કામદારને જાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા ઝીકી દેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે…જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમા આંબેડકર નગરમાં રહેતા અને નગરપાલિકામા રોજમદાર સફાઈ કામદાર તરીકે નોકરી કરતા આકાશભાઈ ગોવિંદભાઈ લઢેર ઉ.31 નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ વીસીપરા વિસ્તારમાં નગરપાલિકાની રીક્ષા લઈને જતા આરોપી મનીષ ભાટી નામના શખ્સે
રીક્ષાના કાચમાં જોરદાર મુક્કો માર્યા આકાશભાઈએ આવું ન કરવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને અમારા એરિયામાં આવી કેમ હવા કરે છે કહી જાતિ પ્રત્યે અપમાનિત કરી અભદ્ર શબ્દો બોલી આકાશભાઈને લાફો મારી દેતા બનાવ અંગે સીટી પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો હતો…
નવા રાજાવડલામાં જુગારીઓ પકડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસ ટીમે દરોડો પાડી આરોપી (૧) રમેશભાઈ અમુભાઈ સારલા (૨) વાહીદભાઇ અમીભાઈ વડાવીયા (૩) રફીકભાઈ હસનભાઈ વડાવીયા (૪) નઝરૂદીનભાઈ જીવાભાઈ કડીવાર (૫) ફિરોજભાઈ મામદભાઈ શેરસીયા (૬) રફીકભાઈ અબ્દુલભાઈ શેખ (૭) અબ્દુલભાઇ વલીમામદભાઈ બાદી (૮) પ્રવિણભાઈ મનસુખભાઈ કુકાવા અને (૯) મહેબુબભાઈ આમદભાઈ શેરસીયાને રોકડા રૂપિયા ૪૧,૩૦૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી…