કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બાઈક પાછળ સ્વીફટ ભટકાતા મહિલાને ઇજા

ઈજાગ્રસ્ત મહેમાન રાજકોટના વાણંદ જ્ઞાતિના

વાંકાનેર યાર્ડ ઇદ નિમિત્તે 17થી 19મી સુધી બંધ

વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસે ડબ્બલ સવારી મોટર સાયકલ પાછળ સ્વીફટ કાર ભટકાતા પાછળ બેઠેલ એક મહિલાને અકસ્માતમાં ઇજા થઇ હતી.

વાંકાનેર શહેરમાં 27 ધાર્મિક સ્થળો માટે નોટિસ

સીટી સ્ટેશન રોડ ખાતે રંગોલી હેર આર્ટ વાળા અને વાંકાનેર નવાપરા પંચાસર રોડ પંચવટી સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ બાબુલાલ કલોલા જાતે વાણંદ

(ઉ.વ. ૪૧) વાળાએ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવેલ છે કે તા.૦૭/૦૬/૨૦૨૪ ના રોજ બપોરના પોતે તથા તેમના સાસુ કુસુમબેન પીયુશભાઈ કઠવાડીયા રહે,

રાજકોટ વાળા સાથે મોટરસાઈકલ સ્પ્લેન્ડ ૨ નંબર જીજે-૩૬-ડી-૯૫૧૪ નુ લઈને ગામમાં આવવા માટે નીકળેલ હતા, દરમ્યાન જીનપરા જકાતનાકા પાસે

પાછળથી એક સ્વીફટ કાર રજી નં-જીજે-૧૩-સી.સી-૦૬૧૫ એકદમ મોટરસાઈકલ પાછળ ભટકાયેલ અને કુસુમબેન નીચે પડી ગયેલ. મોટરસાઈકલ માંડ-માંડ

કંટ્રોલ કરી ઉભુ રાખેલ અને ફરિયાદીએ પોતાના સાસુને ઉભા કરેલ. કુસુમબેનને જમણા પગના ભાગે ઇજા થયેલ હતી. જેથી ૧૦૮ માં વાંકાનેર સરકારી હોસ્પિટલે

અને પછી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. એકસીડન્ટ થયેલ તે બાબતે સમાધાનની વાતચીત થતી હતી, પણ સમાધાન થયેલ નથી.

હથિયાર સાથે:
પંચાસરના રાતીદેવરી રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા ઇશરત યુનુસભાઇ સિપાઈ નશાની હાલતમાં 11 ઇંચ લાંબી છરી સાથે પકડાયા

વાંકાનેર યાર્ડ ઇદ નિમિત્તે 17થી 19મી સુધી બંધ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઇદના તહેવાર ઉપર તા.17ને સોમવારથી તા.19ને બુધવાર સુધી તમામ કામકાજ બંધ રહેશે. જે વેપારી ભાઈઓને પડતર માલ છે અને ખુલ્લી જગ્યામાં છે તેને પોતાની ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવી. તેમજ રજામાં ખેડૂતભાઈઓએ માલ લાવવો નહિ. તેમ સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!