કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવારો ઉડી

ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવારો ઉડી

ભેરડા ગામ પાસે મારામારી

વાંકાનેર: અહીંના આર.કે. નગર નવાપરામાં રામ મંદિર પાછળના ભાગમાં રહેતા નારણસિંધ જરનેલસિંધ બગ્ગા (ઉ.23) એ હાલમાં કિર્તીનસિંધે અને બલદેવસિંધે રહે. બંને ધ્રાગધ્રા તેમજ પ્યારાસિંઘ હરમિન્દરસિંધ રહે. બંને હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. હળવદના મિયાણી ગામ પાસે ફરિયાદી તથા જશવીરસિંધ અને ગુરુમુખસિંગ ભૂંડ પકડવા માટે થઈને ગયા હતા, ત્યારે

આરોપી કિર્તીનસિંધે ફરિયાદી તથા સાહેદોને અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો તેવું કહી બોલાચાલી કરી હતી ત્યારબાદ ફરિયાદીને કપાળના ભાગે કિર્તીનસિંધે તલવાર વડે ઇજા કરી હતી જ્યારે જશવીરસિંધને બલદેવસિંધે તલવાર મારીને તો ગુરુમુખસિંઘને પ્યારસિંઘે લાકડાના ધોકા વડે માર મારીને ઈજા કરી હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

આ બનાવમાં સામાપક્ષેથી હળવદના ટીકર રોડ ઉપર આવેલ ગંગાનગરમાં રહેતા હરમીન્દરસિંઘ પ્યારસિંઘ ટાંક (27)એ જશબિરસિંધ, ગુરમુખસિંધ ચિમનસિંધ, નારણસિંધ, જગજીતસિંધ, મહેન્દ્રસિંધ, મનિન્દ્રસિંધ અને ઓમકારસિંધ રહે. બધા વાંકાનેર અને હરિસિંધ રહે. ખંભાત વાળાની સામે ફરિયાદ કરેલ છે.

ફરિયાદી તથા સાહેદ ગુરમુખસિંઘને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારબાદ બીજી ગાડીમાં અન્ય ચાર આરોપીઓ આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને કેસ પાછો ખેંચવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.ભેરડા ગામ પાસે મારામારી
વાંકાનેર તાલુકાના ભેરડા ગામ પાસે કારખાના નજીક મારામારીમાં સદામહુસેન મુસ્લિમ નામના 35 વર્ષના યુવાનને ઈજા થતા સારવાર માટે મોરબી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત રાતાભેર ગામનો રહીશ હોવાની માહિતી મળી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!