પીર સૈયદ વિઝારતહુસૈન બાવાના દીકરાને સનદ આપવાનો કાર્યક્રમ
કાર્યક્રમ તા.02/09/2023 ના રોજ અમદાવાદ ખાતે યોજાશે
વાંકાનેર: અમદાવાદ ખાતે આવેલ અલ્હાજ હઝરત પીર સૈયદ બડામીયાબાવા સાહબ રહેમતુલાઅલયહેની ખાનકાહ શરીફ પર અલ્હાજ હઝરત પીર સૈયદ અલીફૈઝુરહેમાન ઉર્ફે મોમીનશાહ બાવા રહેમતુલાઅલયહેના સજ્જાદાનશીન અને પીરો મુરશીદ અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારતહુસૈન બાવાના દીકરા અને વલીઅહદ કારી અલ્હાજ હઝરત સૈયદ અલીનવાઝ બાવાને આલિમની સનદ આપવાનો કાર્યક્રમ તારીખ: 02/09/2023 ના શનીવારના રોજ રાત્રે 10 વાગે રાખવામાં આવેલ છે.
જેથી દરેક મુરીદો અને અકીદતમંદો તેમજ મોહબતથી જોડાયેલા તમામ લાગણીશીલ લોકોને હાજર રહી સવાબ એ દારેન હાસીલ કરવા ખાસ જણાવવામાં આવેલ છે અને કાર્યક્રમ બાદ આમ નિયાઝની વ્યવસ્થા કરવામાં આવેલ છે.