રાત્રિ રોકાણ કરશે
સાયલા, લીંબડી, ચુડા, રાણપુર સહિતના વિસ્તારોમાં જશે
વાંકાનેર: વ્હોરા સમુદાયમાં આદરપાત્ર સ્થાન ધરાવતા સૈયદના સાહેબનો તા. ૧૯ મીથી એક સપ્તાહનો કાર્યક્રમ આયોજિત થયો છે. તેઓ હવાઈ માર્ગે મુંબઇથી જામનગર આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં જુદા-જુદા મથકોએ રાત્રિ રોકાણ કરી વ્હોરા સમુદાય, અનુયાયીઓને દીદાર આપશે.

જામનગર પહોંચ્યા બાદ કાર રસ્તે પડધરી આવી ત્યાંના અને સૌરાષ્ટ્રમાંથી આવેલા અનુયાયીઓને મળી વાંકાનેર પહોંચી રાત્રિ રોકાણ કરશે. પડધરીમાં રાજકોટના દાઉદી વ્હોરા સમાજના લોકો જઇ દર્શન લાભ લેશે. અનુયાયીઓ માટે રાજકોટથી પડધરી જવા નિઃશુલ્ક વાહન વ્યવસ્થા કરાઇ છે.


બુધવારે રાત્રિ રોકાણ બાદના પ્રવાસમાં સાયલા, લીંબડી, ચુડા, રાણપુર, વિંછીયા, બોટાદ, દામનગર, લાઠી, ચિતલ, અમરેલી, બાબરા ચોટીલા જશે અને અનુકુળતા મુજબના સ્થળોએ નાઈટ હોલ્ટ કરશે. સૈયદના સાહેબ સૌરાષ્ટ્રમાં બે વર્ષ બાદ આવતા હોવાથી દર્શન લાભ લેવા વ્હોરા સમુદાય ઉત્સુક બન્યો છે.