વરલી જુગારના આંકડા લેતા પકડાયો
ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
વાંકાનેર: ભાટીયા સોસાયટી શારદા સ્કૂલ વાળી શેરીમાં રહેતા અને કે.કે ચેમ્બરમાં દરજીકામ કરતા શખ્સનું ઘર બહાર પાર્ક કરેલ મોટર સાયકલ દિવસના ચોરાયાની ફરિયાદ થઇ છે, સરતાનપરનો શખ્સ વરલી જુગારના આંકડા લેતા અને ચાર વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી થઇ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટી શારદા સ્કૂલ વાળી શેરીમાં રહેતા અને કે.કે ચેમ્બરમાં દરજીકામ કરતા જગદીશભાઇ રસિકલાલ પરમાર (ઉ.વ.૩૭) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ તા-૨૬/૦૮/૨૦૨૫ ના રોજ મોટર સાયકલ રજી નંબર GJ-03-HD-8318 વાળુ ઘરની બહાર પાર્ક કરેલ, જે 

સમી સાંજના પાર્ક કરેલ જગ્યાએ જોવામાં આવેલ નહી; જેથી મેં આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય સને-૨૦૧૪ ના મોડલનું જેની કિ.રૂ.૫૧૦૦૦/-વાળુ કોઇ અજાણ્યા ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી લઇ ગયેલ છે પોલીસે ફરિયાદ નોંધી ચોરને પકડવા કાર્યવાહી હાથ ધરી છે…

વરલી જુગારના આંકડા લેતા પકડાયો
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર હોટલની પાછળના રોડ ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે નીતિનભાઈ ભીખાજીભાઈ ખાંભળીયા (ઉ.32) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
વાંકાનેર તાલુકા પોલીસે વાહન ચાલકો વિરુદ્ધ બેફિકરાઈથી વાહન ચલાવવા અને અડચણરૂપ પાર્ક કરવા સબબ (1) કોઠીનાં યાકુબ વલીમામદભાઈ સિપાઈ (2) મીતાણા રાધે હોટલ સામે રહેતા મનોજ મોહનભાઇ સોલંકી (3) કોઠીનાં નાગજી રતિલાલ બાંભણીયા અને (4) આણંદપરના જીતુ રાયસંગભાઈ કાંજીયા સામે કાર્યવાહી કરેલ છે….
