વાંકાનેર : ગઇ રાત્રે ૧૧ વાગ્યે તાઝીયાઓના જુલુસનું પ્રસ્થાન થયું હતું, જે મોડી રાત્રે મારકેટ ચોકમાં પહોંચેલ. ત્યાંથી સામુહિક રીતે ચાવડી ચોક, બજાર રોડથી ગ્રીનચોક આવી તમામ તાજીયાઓ વહેલી સવારે પોતપોતાના માતમમાં બેસી ગયા હતાં.
આજે સવારે ૧૧ વાગ્યે તમામ તાજીયાઓ માતમમાંથી ઉપડીને સામુહિક રીતે રાબેતા મુજબના રૂટ ઉપર, મારકેટ ચોક ખાતે ગયેલ મુસ્લિમ યુવાનોએ બનાવેલી હુસેની કમિટીની સબીલમાં પોતાનું યોગદાન દઇ તમામ લોકોને યોગદાન આપશે.
આ તાજીયાનું ઝૂલૂસ મારકેટ ચોકથી પ્રતાપ ચોક, રામચોકથી દરબારગઢે, સામુહિક રીતે રોઝા ખોલવાનો પ્રોગ્રામ રાખેલ છે. ત્યાંથી આ ઝૂલૂસ ચાવડી ચોકથી ગ્રીન ચોક પહોંચશે. જયાં તાજીયાઓ ક્રમબધ્ધ ગોઠવાઇને આ ઝૂલૂસનું ધર્મસભામાં રૂપાંતર થશે.
ત્યાં તાજીયાઓ ઠંડા કરવાની રસમ અદા કરાશે. આ તાજીયા પ્રસંગે પીઆઇ સોલંકી, પીએસઆઇ ચાનીયા, મહિલા પીએસઆઇ કાનાણી સહિત સાથેના સ્ટાફ અને હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળના અધિકારીઓએ બંદોબસ્ત જાળવેલ મોડી રાત્રે મોરબી જીલ્લા પોલીસ વડાએ પણ વિગતો જાણી હતી.