કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જિલ્લામાં ડુપ્લીકેટ વેચાણ સામે પગલાં ભરો

વેપારીએ બીલ આપવુ જરૂરી છે અને ગ્રાહકે બીલ લેવુ જરૂરી

ડુપ્લીકેટ બિયારણ-ખાતર-જંતુનાશકોનું વેચાણ થઇ રહ્યું હોય પગલા લેવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખેતીવાડી અધિકારીને તેમજ ખોરાક અને ઔષધ નિયમન અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે કલેકટરને લિખિત રજૂઆત કરીને જિલ્લામાં વેચાતા નકલી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદરો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓનું જિલ્લામાં વેચાણ થઇ રહયું છે. હવે વરસાદની સીઝન શરૂ થશે, ખેડૂતોને ખેતી માટે જરૂર પડશે અને દર વરસે ખેડૂતોના પાકને નુકશાન થાય છે. આવા નકલી બીયારણ અને ખાતરને કારણે ખેડૂતોને શોષવુ પડે છે; માટે વર્ષ આખાની ખેડૂતની મહેનત એળે ન જાય તે માટે અત્યારથી તપાસ કરવી જોઇએ. સાથે સાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયારણ, ખાતરને કારણે ખેડુતોએ શોષવુ ન પડે તે માટે તેમ જ ખેડુતની વર્ષ આખાની મહેનત એળે ન જાય તે માટે, અત્યારથી તપાસ કરવી જોઇએ. સાથેસાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ. ખેડૂતો પણ કોઈપણ વસ્તુની ખરીદી કરે તો વેપારી પાસેથી બીલ લેવાનો આગ્રહ રાખે. વેપારીએ બીલ આપવુ જરૂરી છે અને ગ્રાહકે બીલ લેવુ જરૂરી છે. આગામી સીઝનમાં ખેડૂતો છેતરાઇ નહીં, તે બાબતે નબળી ગુણવત્તાવાળી દવા-ખાતર-બિયારણની તપાસ કરવી જરૂરી છે; તેમ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!