પ્રતાપચોક વિસ્તારમાં ચાર દિવસથી પાણી ન મળતાં દેકારો મચ્યો
વાંકાનેર શહેરમાં અમુક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અનિયમિત પાણી વિતરણની ફરિયાદો ઉઠી છે, ત્યારે શહેરના વોર્ડ નં 5 માં પ્રતાપ ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ કરવામાં ન આવતા મહિલાઓ અકળાઈ ઉઠી હતી અને ખાલી બેડાં લઇ શેરીઓમાં દેખાવો કર્યા હતા. શહેરના
વોર્ડ નં 5 પ્રતાપ ચોક અને આસપાસના વિસ્તારોમાં કાળા ઉનાળામાં ચાર દિવસથી પાણી વિતરણ કરવામાં આવેલ નથી, જેના કારણે રોષ ફેલાયો હતો. પાલિકા કચેરીએ ટેલીફિન દ્વારા ફરિયાદ કરવામાં આવતા ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપતા હોવાના આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવેલ છે. મહિલાઓએ
આ તકે જણાવ્યું હતું કે વાંકાનેર શહેરને પાણી પૂરું પાડતા મચ્છુ-1 માં પૂરતું પાણી હોવા છતાં ભરઉનાળે પાણી કાપ શા માટે? આસપાસના વિસ્તારોમાં નિયમિત પાણી અપાય છે તો આ વિસ્તારના પ્રજાજનો સાથે પાલિકા તંત્ર કેમ ઓરમાયું વર્તન કરે છે? અમારા વિસ્તારમાં નિયમિત પાણી વિતરણ કરવા ચીફ
ઓફિસરને વિનંતી કરવામાં આવી હતી, હાલ ધોમધખતા તાપમાં પાણી માટે વલખા મારવા પડે છે, ત્યારે પાણી વિતરણ નિયમિત કરવા માંગ કરવામાં આવી છે. આ બાબતે જિલ્લાના કિશાન મોરચાના કિશનભાઇ ગમારા સહિતના આગેવાનો રજુઆત કરવા ગયા હતા.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો