ગાંધીનગર: 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર થયું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનતથી પરીક્ષાની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું છે. આ અંગેની જાહેરાત આઈપીએસ હસમુખ પટેલે સોશ્યલ મીડિયા પર કરી હતી. બોર્ડની વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ પરથી પરિણામ જાણી શકાય છે. આ પરીક્ષામાં 3 હજાર કેન્દ્રો હતા.
છેલ્લા ઘણા સમયથી જેની ઉમેદવારો રાહ જોઇ રહ્યા હતા તેવી તલાટી અને જુનિયર કલાર્કની પરીક્ષાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન IPS હસમુખ પટેલે જાહેરાત કરી છે. આઇપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરતા લખ્યું હતું કે તલાટી કમ મંત્રીની 3457 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઇનલ સિલેકટ લિસ્ટ આજરોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.