કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તાલુકા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની નવા ઢુવા પ્રાથમિક શાળામાં ઉજવણી

વાંકાનેર: ૭૪માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી તાલુકાના નવાઢુવા ગામની પ્રાથમિક શાળા ખાતે આન,બાન અને શાન સાથે કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયાએ ધ્વજનન કર્યું હતું અને પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું તેઓએ સંબોધનમાં દેશ માટે શહીદ થનાર શહીદોને યાદ કરી અને સૌને દેશના વિકાસમાં સૌ પોતાની કક્ષાએ યોગદાન આપે તેમ જ પાણી, ઉર્જા અને વૃક્ષ બચાવવાની અપીલ કરી હતી. પોલીસ પરેડની કમાન તાલુકા પીએસઆઇ સોનારાએ સંભાળી હતી. 

 
ઉજવણીમાં નવા ઢુવા પ્રાથમિક શાળા અને જુના ઢુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, દેશ ભક્તિના ગીત રજૂ કરીને નાટકો ભજવ્યા હતા જેમાં ખાસ કરીને કોમેડી નાટક અને કોમી એક્તા સાથે દેશની અખંડતા પરનું ખૂબ જ સરસ નાટક ભજવ્યું હતું. નાના નાના બાળકોએ પણ ગીતો રજૂ કર્યા હતા. આ તમામ બાળ કલાકારોને પ્રોતસહિત કરવા માટે પ્રાંત અધિકારી સહિત સરકારી તંત્ર અને આગેવાનોએ પ્રોત્સાહન રૂપે ઇનામો આપ્યા હતા. સરસ આયોજન સાથે સારા કાર્યક્રમો આપવામાં બંને શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ સફળ થયા હતા. તેઓની મહેનતને પ્રાંત અધિકારી પોલીસ અધિકારી અને આગેવાનોએ બિરદાવી હતી અને તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. 

 
અંતમાં પ્રાંત અધિકારી, તાલુકા પીએસઆઇ અને અન્ય અધિકારીઓ અને આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. છેલ્લે પ્રસાદ લઈને છુટા પડ્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!